સોરઠ તારાં વહેતાં પાણી - 11

(11)
  • 3.6k
  • 1
  • 2.1k

૧૧. જીવની ખાઈ રાતે વાળુ થઈ ગયા પછી આંગણામાં પથ્થરોને મંગાળે દૂધનો તાવડો ચડ્યો. મહીપતરામ બહુ પોરસીલા આદમી હતા, અને થાણદાર સાથે સરસાઈ કરવાનો એક પણ અવસર ન ચૂકવાની એની જિદ્દ હતી. વળી આગલે જ અઠવાડિયે થાણદારને ઘેર પચીસેક માણસોના ચૂરમાના લાડુ ઊડ્યા હતા. તેનું વેર લેવા એણે આ વખતે ચાલીસ જણાની તૈયારી માંડી દીધી. ને આ તૈયારીનું બહાનું બન્યો ભાણેજ પિનાકી. “ભાણો ચારમી અંગ્રેજીમાં પડ્યો છે, ને બાપડો બૉર્ડિંગનાં કાચાં-દાઝ્‌યાં બાફણાં ચાવીચાવી ઘેર આવ્યો છે, એટલે આજ તો ભાણાને મોજ કરાવવી છે.” નોતરા દેવા કારકુન પાસે ટીપ કરાવવા માટે તેમણે કારકુનને કહ્યું : “એક નોટ કરી લાવો.” કારકુન કોરા