સોરઠ તારાં વહેતાં પાણી - 6

(11)
  • 5.4k
  • 1
  • 2.8k

૬. સિપારણ એ વખતે દૂર એક ખૂણામાં ગામઝાંપાની ડેલી પર ઊભેલા આદમીએ ધીરેધીરે અમલદાર તરફ પગલાં ભર્યાં. એના ખભા ઉપર દેશી બંદૂક હતી. એનું બદન ખુલ્લું હતું, માથા પર પાઘડી હતી, ને કમ્મરે કાછડી હતી. એણે નવા અમલદારને સાદી ઢબે રામરામ કર્યા. “દીકરીને બહુ કોશીર છે ? અંતકાળ છે ?” દરબાર નામે ઓળખાયેલા કાઠી અમરા પટગરે વિસ્મય બતાવ્યું. “ત્યારે - માળું શું થાય ?” પટગર વિમાસણમાં પડ્યા. નવા આવનારે વિવેકવિધિ કર્યા વગર જ પૂછ્યું : “કોને કોશીર છે ?” ગાડાખેડુએ એની બાજુમાં ચીડને આખી વાત સમજાવી. દરમિયાન પટગર દરબાર ચિંતા કરતા હતા : “દાક્તર તેડવા ઘોડું મોકલશું ? કયું ઘોડું