સોરઠ તારાં વહેતાં પાણી - 5

(18)
  • 4.7k
  • 4
  • 2.9k

૫. લક્ષ્મણભાઈ ગામપાદર નજીકનો રસ્તો બે ઊંચાં ખેતરોની વચ્ચે થઈને જતો હતો. ઊંટ ચાલે તો માથું જ ફક્ત દેખાય એટલી ઊંચી હાથિયા થોરની વાડ બેઉ ખેતરને ઢાંકતી હતી; એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો. હાથિયા થોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ-સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા. “હો-હો-હો,” એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા. સામે કોઈક ગાડાં આવતાં હતાં. આ નેળમાં સામસામાં ગાડાંને તારવવાનું અશક્ય હતું. ગાડાં થંભાવીને એક ગાડાવાળો સામો દોડ્યો. થોડીવારે એણે પાછા આવીને કહ્યું કે, “રૂનાં ધોકડાંનાં ભરતિયાંની પચીસ ગાડાંની લાંબી હેડ્ય છે. એ આખી હેડ્યને પાછી સામે છેડે