સોરઠ તારાં વહેતાં પાણી - 2

(39)
  • 7.4k
  • 3
  • 5.6k

૨. થાણાને રસ્તે “પણ તમને કોણે કહ્યું કે ઉપાડો !” એવા ઉગ્ર પણ ચૂપ અવાજે કચકચતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું : “મારી ફજેતી કાં કરી ?” ડોસા સડક થઈ ગયા. અમલદારનાં દૂબળાં પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢઈને પણ એણે કહ્યું : “આકળા કેમ થઈ જાવ છો ? બાપુને...” “તમે બધાંય મારાં દુશ્મન છો.” એટલું કહી અમલદારે પીઠ ફેરવી સામાન ઉપડાવ્યો. એક ગાડું સામાનનું ભરાવ્યું. બીજામાં કુટુંબ બેઠું. અમલદારે પૂછ્યું : “એલા, દરબારી સિગરામ કેમ નથી લાવ્યો ?” “સિગરામ હાલે એવો મારગ નથી, મે’રબાન.” “ભેખડગઢ કેટલું થાય અહીંથી ?” “વીસ