ચોકલેટથી મીઠું

  • 6.3k
  • 1
  • 2.1k

તારીખ : ૧૧-૦૭-૨૦૨૨ આજે શનિવાર, પાંચ જ તાસની શાળા અને એક નાનકડી દસ મિનિટની રિસેસ. રોજ ઘરેથી પૌષ્ટિક આહાર ભરેલો ડબ્બો લાવતાં સ્વાતિ અને ગીરીશને શનિવારે શાળાની બહારથી વેફર્સ કે ચોકલેટ લેવાની છૂટ દાદીએ જ અપાવેલી. દાદીનું માનવું કે, 'ભલેને આપણે બધું અપાવીએ. જાતેય શું લેવું, શું ન લેવું, જોઈ તપાસીને લેવું એવી સમજણ બેય બાળકોમાં વીકસિત થવા દેવી.' બંનેને શનિવારે સવારે પપ્પા કે મમ્મી દસ-દસ રૂપિયા આપતાં. શાળા નજીકમાં જ એટલે બેય ભાઈ બહેન ચાલીને જ શાળાએ જતાં. શાળાએ જતાં તો ઉતાવળે ચાલે પણ, ઘરે આવતી વેળા, આમતેમ નજર દોડાવતાં, વાતો કરતાં કરતાં આવે. આમ દસેક દિવસ પહેલાં જ