ભેદભરમ ભાગ-૧૯ વસિયતનું ભેદભરમ હરમન અને ઇન્સ્પેકટર પરમાર બિલ્ડર સુરેશ પ્રજાપતિના ત્યાંથી નીકળી ચર્ચા કરતાં-કરતાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. બંને જણ જયારે પોલીસ સ્ટેશનમાં દાખલ થયા ત્યારે પ્રેયસ એક કાળા કોટવાળા ભાઈ સાથે બેઠો હતો. દેખાવ ઉપરથી એ વકીલ લાગતા હતાં. પ્રેયસ, હરમન અને ઇન્સ્પેકટર પરમારની નજીક આવ્યો હતો. “ઇન્સ્પેકટર સાહેબ, આ વકીલ નીલેશ જાની છે. જેમણે ધીરજકાકાની વસિયત બનાવી હતી. અત્યારે તેઓ વસિયત આપવા ઘરે આવ્યા હતાં. પરંતુ એમણે મને જે મુદ્દાઓ કીધા એ સાંભળીને મને નવાઈ પણ લાગી અને શંકા પણ ઉભી થઇ હતી. એટલે હું એમને પોલીસ સ્ટેશન આપની સાથે મળવા લઈ આવ્યો.