આ જનમની પેલે પાર - ૪૧

(31)
  • 3.7k
  • 1
  • 1.8k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૧ મેવાને દિયાનના ગળાનું દોરડું ઢીલું કરી દીધું. દિયાનના પ્રશ્નએ એને વિચારતો કરી મૂક્યો હતો. તે શાંત સ્વરે બોલ્યો:'દિયાન, તારો પ્રશ્ન યોગ્ય છે કે તારો જીવ લેવા ખુદ શિનામી કેમ આવી નથી? અને સાચું કહું તો હું પણ હેવાલીનો જીવ લેવા જઇ શક્યો નથી. અમે જ્યારે નક્કી કર્યું કે હવે તું દિયાન સાથે અને હું હેવાલી સાથે આવા જ રૂપમાં જન્મ વીતાવીશું ત્યારે તમારા બંનેનો માનવ જન્મ પૂરો થવો જરૂરી હતો. શરીર મૃત્યુ પામે અને એમાંથી આત્મા નીકળે એની સાથે ભૂત્-પ્રેત યોનિનો જન્મ જીવી શકાય એમ હતો. અમે બંનેએ તમારો જીવ લેવાનું નક્કી કર્યું પણ