આગળ આપણે જોયું કે હજી દોડ શરૂ થવાની કેટલીક વાર છે. દરેક પ્રતિ સ્પર્ધી ને એક ટેન્ટમાં બેસાડવામાં આવ્યા છે. સમય પસાર કરવા માટે કોઈક વાતો કરી રહ્યું છે. તો કોઈ આંટા ફેરા મારી રહ્યું છે. જ્યારે હું સમયથી જરાક પાછળ પ્રેક્ટિસના પાછળના દિવસો ની સ્મૃતિને માણી રહી છું. *******************આજથી આશરે દોઢ મહિના પહેલા... ડિસેમ્બરની શરદીના દિવસોમાં વહેલી સવારે ઉઠવું સૌપ્રથમ શીખ ગણાવી શકાય. દોડવાનો નહીંવત અનુભવ હતો મને, તેમ છતાં એક જીદ સાથે ગામના તળાવ પાસે મેં દોડવાનું નક્કી કર્યું. હું વહેલી સવારે ત્યાં પહોંચી ગઈ વાતાવરણ ખુશનુમાં હતું. ઘણા લોકો ચાલતા દોડતા હતા. Youtube પર દોડવા પહેલાની એક્સરસાઇઝ