મોજીસ્તાન (98) "શું થયું લાભુજી ? કેમ એકદમ તમે ચિંતામાં પડી ગયા ? કોનો ફોન હતો ?" ચંપાએ ડૉક્ટરનું મોં જોઈને તરત જ પૂછ્યું."ચંપુ, મારે તાત્કાલિક અમદાવાદ જવું પડશે. મારી વાઈફ બહુ બીમાર છે.એને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. હું લાંબી રજાઓ પર એટલે જ ઉતરી ગયો હતો કારણ કે એને મારી જરૂર હતી. કદાચ હવે પાછું ફરાય કે ન ફરાય." કહી ડોકટર ઉભા થઈ ગયા. બપોરનો સમય હોવાથી ખાસ કોઈ દર્દીઓ હતા નહિ. ડોકટર ખરેખર એકદમ ઉદાસ થઈ ગયા હતા.એમના ચહેરા પરથી કંઈક વધુ ગંભીર બની ગયું હોય એવું ચંપાને લાગ્યું."તમે જલ્દી પાછા આવી જશો ને ? હજી