યારી@વિદ્યાનગર.કોમ - 7

  • 2.3k
  • 1
  • 1.1k

પ્રકરણ-૭ બીજું સેમેસ્ટર શરૂ થયાને લગભગ છ મહિના જેટલો સમય વીતી ગયો હતો. એવામાં એક દિવસ એ ટુ ઝેડ સરનું લેક્ચર હતું એટલે તેઓ લેક્ચર લેવા માટે કલાસરૂમમાં આવ્યા. તેઓ બધાં વિદ્યાર્થીઓને એનિમલ બિહેવીયર વિશે ભણાવી રહ્યા હતા. એનિમલ બિહેવીયર એ પ્રાણીવર્તણૂકનો એક અભ્યાસ હોય છે કે, જેમાં પ્રાણીઓના વર્તન, એમની રીતભાત, પ્રાણીઓના સ્વભાવ વગેરે વિશે વિસ્તારથી સમજાવવામાં આવે છે. આજે જ્યારે એ ટુ ઝેડ સર કલાસરૂમમાં આવ્યાં ત્યારે એકદમ અચાનક જ એમણે બધા વિદ્યાર્થીઓને કહ્યું, "My dear Students. Now you all have to go to the college campus and observe the behaviour of all the animals that you found