પ્રકરણ-૫ બીજા સેમેસ્ટરમાં પ્રવેશ કરતાં જ બધાં ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા હતાં. એમાંય સમીર તો આજે મિલી એને મળશે અને એ મિલીનું મોઢું જોઈ શકશે એ વિચારી વિચારીને ખૂબ જ પુલકિત થઈ ઉઠ્યો હતો. થશે આજે તારું ને મારું મિલન અનોખું! બંધન આપણું કેવું બનશે જન્મોજન્મનું! તારી યાદમાં વિતાવી રહ્યો'તો હું પળપળ, તને મળવાને હવે તો હું પળપળને જોખું! અને મિલીએ પણ એ વાતની નોંધ લીધી કે, સમીર આજે એને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો છે. અને એને મળવાની ખુશી તો સમીરના ચેહરા પર મહેકી ઉઠી હતી. બીજા સેમેસ્ટરનો પહેલો દિવસ ડિપાર્ટમેન્ટમાં સારી રીતે પસાર થઈ ગયો. બધાં