યારી@વિદ્યાનગર.કોમ - 3

  • 2.7k
  • 1.3k

પ્રકરણ-૩ બધાં હવે પ્રેક્ટિકલ કરવાની તૈયારીમાં લાગી ગયા. પણ અત્યારે આપણે એ વાત નથી કરવી. અત્યારે આપણે વાત કરવી છે સમીરની. સમીરની દ્રષ્ટિ જ્યારથી મિલી પર પડી એની નજર મિલી સામે જ તકાયેલી હતી. એને લાગી રહ્યું હતું કે, જાણે ફરી માહી જ મિલીના રૂપમાં એની સાથે આવી હતી. એની નજર મિલીના ચેહરા પરથી હટી જ નહોતી રહી. એ સતત મિલીની સામે જ જોઈ રહ્યો હતો. અને આ વાત પર લવ અને મનીષ બંનેનું ધ્યાન ગયા વિના રહ્યું નહીં. લવ અને મનીષ બંનેએ એકબીજા તરફ જોયું અને જાણે બંને એકબીજાને કહી રહ્યા હતા, "ના. આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય