કનેક્શન-રૂહ સે રૂહ તક - 8

(18)
  • 3.6k
  • 3
  • 2k

૮.ચકમો અપર્ણા ઘણું વિચાર્યા બાદ નીચે આવી. શિવ એની જીપમાં બેસીને એની જ રાહ જોઈ રહ્યો હતો. એ તરત જ શિવની બાજુની સીટમાં ગોઠવાઈ. શિવે એની સામે જોયાં વગર જ જીપને પાક્કી સડક તરફ દોડાવી મૂકી. એનાં મનમાં એક ઉચાટ હતો. એ અપર્ણાને સમજી શકતો ન હતો. આજ સુધી એ કોઈ છોકરી સામે ઝૂક્યો ન હતો. પણ, અપર્ણા દર વખતે એને પોતાની જીદ્દ આગળ ઝુકાવી દેતી. આખાં સફર દરમિયાન એણે એક વખત પણ અપર્ણા તરફ નજર સુધ્ધાં નાં કરી. એનાં જીદ્દી સ્વભાવથી શિવને એક અણગમો હતો. જે એ મૌન રહીને જણાવવા માંગતો હતો. પણ, અપર્ણા તો પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી