વસુધા વસુમાંપ્રકરણ -45વસુધાથી બોલતાં તો બોલાઈ ગયું કે સુઈ જવું છે કે વાતો કરવી છે ? પછી પીતાંબરની વિવશતાનો ખ્યાલ આવ્યો એને ખુબજ અફસોસ થયો એણે જોયું પીતાંબરનો ચહેરો ઉદાસ થઇ ગયો. વસુધાની આંખો નમ થઇ ગઈ.... એણે ઢીલાં રૂંધાયેલાં રોતલ અવાજે કહ્યું માફ કરજો પીતાંબર.... પણ હિંમત ના હારશો હું બોલી છું તો હવે તમે બોલતાં થઈજ જશો મારાં મહાદેવ એમજ મારી જીભે એવાં શબ્દો ના લાવે ..... આપણે ખુબ વાતો કરશું તમે તમારાં મિત્ર સાથે ખેતરે કે જ્યાં જવું હોય ત્યાં જજો તમે પુરુષ માણસ છો ડેરીએ જજો એમજ ફરવા જજો જેથી તમારું મન હળવું થશે. તમારી.... વિવશતાઓ