રાધીને આમ ની:ચેતન જોઈ કનો હાંફળો ફાંફળો થઈ ગયો. કનાથી વધારે વખત શ્વાસ રોકી શકાતો ન હતો. તેણે પાણીને તળિયે ઉભા રહીઁ તત્કાલ નિર્ણય લઈ, રાધીને એક હાથે કમરેથી બાથ ભીડી બીજો હાથને બંને પગે પાણીના તળિયેથી પોતાના શરીરને ઉપર તરફ ધક્કો માર્યો. રાધી પણ કનાની સાથે ઉપર ખેંચાવા લાગી. અડધે પાણીએ પહોંચ્યા ત્યાં રાધી ઉપર આવતી અટકી ગઈ. કનાએ જોર કર્યું તો જાણે રાધીને કોઈક નીચે ખેંચી રહ્યું હોય તેવું લાગ્યું. હવે કનાનો શ્વાસ પણ ખૂટવા આવ્યો હતો. છતાં કનાએ તાકાત કરી રાધીને ઉપર ખેંચી. પરંતુ રાધી વધારે ઉપર ખેંચાતી ન હતી. કનાએ પાણીમાં જોયું તો રાધીની ચુંદડી તળિયે