(8) અર્જુન આજે બહુજ પ્રભાવિત થયો હોય તેમ લાગ્યું. કેમકે ઘરે આવી ને તરત તે કંઈક લખવા બેસી ગયો, જીવન જીવવાની રીત કેટલી સરળ રીતે ગુરૂજીએ સમજાવી દીધું નહિ...!?’ પોતાની જાતે લખતા લખતા બોલ્યો. ‘જીવન માં કોઈનો પણ જેટલો વિરોધ કરશો એ એટલોજ વધુ સામો આવશે.’ ‘તમારા જીવન નો વિલન જેટલો ખતરનાક એટલાજ તમે મહાન હીરો બનશો.’ ‘જીવન ને સરળ બનાવવા માટે જરૂરીયાતો નહિ જવાબદારીઓ વધારો. ‘પોતાની આસપાસ જુવો તમારા કરતા વધુ દુઃખી લોકો આનંદ થી જીવે છે તો તમે કેમ નહિ..?’ ‘પોતાની જાતને પોતેજ મોટીવેટ કરી શકશો બીજા કોઈ નહિ.’ ‘તમારા જીવનની દરેક પરિસ્થિતિઓ ના જવાબદાર તમે પોતેજ છો.’