મોર્ડન મહાભારતનો અર્જુન - 4

  • 3.2k
  • 1
  • 1.5k

(4) (મસ્તી નો અડડો) સાંજ ના ૬.૩૦ થયી રહ્યા છે, સુરજ તેના પ્રકાશને સમેટી રહ્યો છે, અર્જુનના ઘરના ધાબા પર બધા ફ્રેન્ડસ મસ્તી,ગોસીપ અને ટાઇમ પાસ કરવા રોજની જેમ ભેગા થયા છે. ‘અરે ફ્રેન્ડસ આપણે આ વિકેન્ડમાં પિક્ચર નો પ્લાન બનાવીએ તો?’ સર્જન એકદમ બોલ્યો. ‘હા, યાર કંઈક તો કરીએ નહિ તો આ પીકનીક કેન્સલ થયા ના ટેન્સનમાં હું તો બોર થયી ગયો છું.’ રેમો ટેન્સન માં હોય તેમ બોલ્યો. ‘ઓકે, તો હું ટીકીટો બુક કરાવી લાવું’ સર્જન. ‘અરે, નહિ પિક્ચર નહિ, બીજું કંઈક કરીએ તો?’ અર્જુને પ્રસ્તાવ મુક્યો. ‘યેસ, કંઈક નવું કરીએ અને આમેય અત્યારે કોઈ સારૂં મુવી પણ