મોર્ડન મહાભારતનો અર્જુન - 3

  • 3.8k
  • 1
  • 1.9k

(3) (બચપણ ની યાદોમાં) રેમોનું બાઈક સડસડાટ રોડ પર ચાલી રહ્યું હતું, ચાલુ બાઈકે વારંવાર તે અર્જુન સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો પણ, અર્જુન બસ ખાલી હા કે ના થી જવાબ આપતો હતો, જાણે કોઈ વિચારોમાં ખોવાયો હોય તેમ. અવિરત વેહતી ઠંડી હવાની લેહરોમાં અર્જુન પાછો વિચારોમાં ગરકાવ થઇ ગયો. અને વિચારો માં તેને એ નાનકડું ગામ આવે છે, જ્યાં તેનું બચપણ વીત્યું હતું. તેની આંખ સામે અમસ્તાંજ ગામ આખું તરવા લાગે છે. છેક બનાસકાંઠાના છેવાડે આવેલું ભીલડી નામનું નાનું ગામ તેની નઝર સામે દેખાવા લાગે છે. અર્જુન ફક્ત ૩-૪ વરસ નો હતો ત્યારે તેના પિતાજીની સરકારી નોકરી ની