કર્મોનો હિસાબ - (ભાગ ૨૦)

  • 3.2k
  • 1
  • 1.3k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૦ ) સવાર પડતાં જ શાલીનીનો મેસેજ આવ્યો કે હા સાંજના શો માં જઈએ. મને બે કોર્નર ટિકિટ બુક કરાવી. ઇરાદા સાફ હતા કે આજે શાલીની સાથે બસ ધાર્યું કરીને જ રહેવું છે. આમપણ શાલીની એ સંબંધને મૃતપાય કહ્યો છે તો એ જ બરાબર. પણ એને પણ ખબર પડવી જોઈએ આ મન કોણ છે. આ બધા વિચારો સાથે મન સાંજની રાહ જોવામાં લાગી પડ્યો. શાલીની ને મન પર પોતાની જાત કરતા પણ વધુ વિશ્વાસ હતો એટલે એ કંઇપણ વિચાર્યા વિના મન સાથે મૂવી જોવાનું પસંદ કર્યું. ક્યાંકને ક્યાંક શાલીની ને હતું કે મન જેવો પણ