મોજીસ્તાન (97)વહેલી સવારે ખડકી ખખડી એટલે નગીનદાસની આંખ ખુલી. અમદાવાદથી મહેમાનો આવવાના હતા પણ એતો છેક અગિયાર વાગ્યે આવવાના હતા.એમના સ્વાગતની તૈયારીઓ પણ થઈ નહોતી. મીઠાલાલને રસોઈનો જે ઓર્ડર આપેલો એ કેન્સલ કરીને તાત્કાલિક જગા મહારાજને ઓર્ડર આપવાનો હતો. કુટુંબમાં નીના ભાગી ગઈ એ સમાચાર મળી ગયા જ હશે એટલે સવાર પડતાં જ બધા પરિવારજનો ઘેર ઉભરાઈ જવાના હતા.પણ આટલી વહેલી સવારે કોણ આવ્યું હશે એનું અનુમાન નગીનદાસ કરી શક્યો નહિ.જલ્દી ઉઠીને એ ફળિયામાં આવ્યો. નયના પણ જાગીને બહાર આવી હતી. નગીનદાસે ખડકી ખોલી.સામે ઉભેલી નીનાને જોઈ શું બોલવું એની એને સમજ ન પડી.પણ નીનાને બધી જ સમજ પડી ગઈ