રાધીએ પાણીમાં ધૂબકો માર્યો એવી તે પાણીમાં ઊંડે ઉતરી ગઈ. શાંત પાણીમાં રાધીના ધૂબકાથી ઉફાળા આવવા લાગ્યા. જ્યા રાધીએ ધુબકો લગાવ્યો એની ફરતે ગોળ ગોળ વલયો રચાવા લાગ્યા, જે પાણીમાં આગળ સુધી જવા લાગ્યા. રાધીના આમ અચાનક પાણીમાં પડવાથી નજીકમાં તરી રહેલ બતક તેના બચ્ચાને લઈને દૂર જવા લાગી. કાંઠે બેઠેલા મોટા પીળચટ્ટા દેડકા ગભરાઈને પાણીમાં કૂદી ગયા. રાધીએ જે જગ્યાએ ધુબકો માર્યો હતો, તે જગ્યાએથી હજી પણ પાણીના ઉફાળા અને બુડબુડિયા નીકળી રહ્યા હતા. રાધી હજી બહાર આવી નહોતી. પરંતુ કનો નિરાંતે એ તરફ જોઈ બેઠો હતો,કેમકે કનાને રાધીની તરણશક્તિ પર પૂરો ભરોસો હતો. રાધી ઘણો સમય સુધી પાણીમાં