પદમાર્જુન - (ભાગ-૪૧)

  • 2.7k
  • 1
  • 1k

“પુત્ર શાશ્વત, ગોવિંદ, સારંગ અત્યારે પદમાનાં મૃત્યુનાં કારણે શોકમાં છે એટલે શાંત છે. પછી એ તમને પણ નુકશાન પહોંચાડી શકે છે.માટે હું તમને બંનેને વીંનતી કરું છું કે તમેં વિદ્યુતનો પ્રસ્તાવ સ્વીકારી લો.”સોમે કહ્યું. “હા મિત્ર શાશ્વત, હું તને વચન આપું છું કે આપણે જીતેલ મલંગ રાજ્યમાં સચ્ચાઈનું જ શાશન રહેશે અને ત્યાં તારો અને પદમાનો પરિવાર સંપૂર્ણ સુરક્ષિત રહેશે.હું તને ખાતરી આપું છું કે આ બાબતે જ્યેષ્ઠ કઇ નહીં કરી શકે.”વિદ્યુતે કહ્યું. “હા બેટા, તું મારો પ્રસ્તાવ પણ સ્વીકારી લે. મેં એક પુત્રીને તો ગુમાવી દીધી.હવે મારામાં બીજી પુત્રીને પણ ગુમાવી દેવાની તાકાત નથી.સારંગનાં ડરનાં લીધે રેવતી સાથે કોઈ