ભેદ ભરમ - ભાગ 15

(35)
  • 5k
  • 4
  • 3k

ભેદભરમ ભાગ-૧૫ ખૂનનું ભેદભરમ પ્રેયસની વાત સાંભળી ત્યારબાદ હરમનના મગજમાં અનેક તર્ક-વિતકો એકસાથે ઊભા થઇ ગયા હતા. “પ્રેયસ, તું જે વાત કહી રહ્યો છે એ પ્રમાણે જો આ કેસને વિચારીએ તો ધીરજભાઈનું ખૂન કરવા પાછળ ઘણા બધા લોકો પાસે હેતુ હતો અને ખાસ કરીને સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણો સાથે ધીરજભાઈના મૃત્યુ સાથે કોઈ સંબધ છે કે નહિ એ જાણવું પડશે. માટે મારી દ્રષ્ટિએ કાલે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની રણનીતિ નક્કી થશે. અત્યારે હું રજા લઉં છું. કાલે રિપોર્ટ આવ્યા પછી મળીશ. આટલું બોલી હરમન અને જમાલ ત્યાંથી નીકળી ગયા હતા અને સીધા ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસે પહોંચ્યા બાદ