આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૦ બસ એ છેલ્લી જ ક્ષણ હતી જ્યારે મેવાન એનું ગળું દબાવીને જીવ લઇ લેવાનો હતો. મેવાનનો પ્રતિકાર કરવાની શક્તિ ન હતી એ વાત દિયાન પોતે જાણતો હતો અને મેવાનને પણ ખબર હતી કે દિયાન પ્રતિકાર કરે તો પણ ફાવવાનો નથી. મેવાન એક ભૂત હતો અને દિયાનની માનવ રૂપની શક્તિ કરતાં અનેકગણી વધારે શક્તિ ધરાવતો હતો. મેવાનને થયું કે દિયાન પોતાની માનવ સહજ મર્યાદા જાણી ગયો છે અને કોઇ પ્રતિકાર કરવા માગતો નથી. જો એમ હોત તો એણે થોડી પણ તાકાત અજમાવી હોત અને દોરડું પકડીને એને અટકાવવાનો પ્રયાસ કર્યો હોત. દિયાને જ્યારે દગાની વાત