નારીની પરીક્ષા

(22)
  • 3.1k
  • 980

નારીની પરીક્ષા-રાકેશ ઠક્કરમેં ઘણી નારીઓના સંઘર્ષની વાતો વાંચી છે પણ મારી સોસાયટીમાં સામેના જ ફ્લેટમાં રહેતા એક મહિલાના સંઘર્ષને સગી આંખે જોયો ત્યારે એવી બધી જ નારીઓને સલામ કરવાનું મન થાય કે જે કપરા સંજોગોમાંથી પસાર થઇને પોતાના અને પરિવારના જીવનને નંદનવન બનાવી દે છે. સોસાયટી બની ત્યારથી જ એ રહેવા આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના એ પરિવારમાં કુલ પાંચ જણ હતા. પતિ-પત્ની અને એમના ત્રણ બાળકો. બે પુત્ર અને એક પુત્રીમાં એક પુત્રને પગમાં ખોડ હોવા સાથે હ્રદયની બીમારી હતી. અપંગ પુત્રને શાળાએ લેવા-મૂકવા જેવી પ્રવૃત્તિ તો બધાંને દેખાતી હતી પણ ઘરમાં એનો સહારો બનવા એ મહિલા કેટલું કામ કરતી