રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ-રાકેશ ઠક્કરઅઢી કલાકની ફિલ્મ 'રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ' ક્યારેક કંટાળાજનક બનતી હોવા છતાં લેખક જ નહીં નિર્દેશક તરીકે છ વર્ષની મહેનત પછી આર. માધવને ઇમાનદારીથી બનાવી છે એ હકીકત ઘણા દ્રશ્યોમાં જોઇ શકાય છે. જે લોકો માત્ર અને માત્ર મનોરંજનના આશયથી ફિલ્મો જુએ છે એ નિરાશ થવાના છે. એક વૈજ્ઞાનિકના જીવનને આર. માધવને 'રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ' માં અસરકારક રીતે પડદા પર ઉતાર્યું છે. તેણે મનોરંજન માટે ક્યાંય કોઇ સમાધાન કર્યું નથી. મૂળ વિષયને વળગીને રહ્યો છે. એ ત્યાં સુધી કે ફિલ્મમાં શાહરૂખ ખાન જેવા સ્ટાર અભિનેતાની વિશેષ ભૂમિકા હોવા છતાં માત્ર લાભ લેવા પ્રચારમાં એનો કોઇ