સાસુમા - મિતલ ઠક્કર રીટા જ્યારે માના ઘરે પહોંચી ત્યારે એમની તબિયત ખરેખર ગંભીર હતી. સીતાબેનની સારવાર ઘરે જ ચાલતી હતી. રીટાને એ યોગ્ય ના લાગ્યું. માને હોસ્પિટલમાં જ સારી સારવાર મળી શકે એમ હતી. રીટાએ પૈસા કે સમયની ચિંતા કર્યા વગર માને હોસ્પિટલમાં દાખલ કરી દીધી. સીતાબેન ઘરે જ સારવાર કરાવવા ઇચ્છતા હતા. એ રીટાને તકલીફ આપવા માગતા ન હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જ્યારે એમના બધા મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા ત્યારે ઘણી તકલીફો સામે આવી. રીટા માની બેદરકારી પર ખીજવાઇ ગઇ:'મા, ડૉકટરે ચોખ્ખું કહ્યું કે આટલી બધી તકલીફો હોય ત્યારે સામાન્ય ડૉકટરની દવાના ભરોસા પર બેસી રહેવું ના