ભેદભરમ ભાગ-14 ખૂન કરવાનો હેતુ ફોરેન્સીક ટીમે ઘટનાસ્થળે આવી ધીરજભાઇના રૂમમાં તેમજ આખા ઘરમાંથી ફીંગરપ્રિન્ટ તેમજ ધીરજભાઇની લાશ પાસે મળેલી અમુક નાની વસ્તુઓ જેવી કે વાળ, માઉથ ઇન્હેલર, ધીરજભાઇના પગના મોજા જેવી વસ્તુઓ પુરાવા તેમજ એ વસ્તુમાં રહેલ વ્યક્તિના DNAને જાણવા માટે અલગ-અલગ પ્લાસ્ટિક બેગમાં લઇ લીધી હતી. ધીરજભાઇના મૃતદેહના જુદા-જુદા એન્ગલથી ફોટોગ્રાફ પાડી એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્રણ કલાક ચાલેલી આ આખી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન એકબીજા જોડે વાત કરવાનું ટાળી રહ્યા હતાં. પ્રેયસ અને એમના કેટલાંક સગા ધીરજભાઇના પત્ની સુધાબેનને સાંત્વના આપી રહ્યા હતાં. હવાલદાર જોરાવરે ઘટનાસ્થળ પર ઉપસ્થિત દરેક લોકોના બયાન લઇ