ભેદ ભરમ - ભાગ 13

(23)
  • 5.2k
  • 3.2k

ભેદભરમ ભાગ-13 કુદરતી મૃત્યુ કે ખૂન? પ્રેયસના ખુલાસાને સાંભળ્યા બાદ અને ધીરજભાઇએ લખેલા પત્રને વાંચીને ઇન્સ્પેક્ટર પરમાર થોડા ગુંચવાયા હતાં. આ જોઇ હરમને ડો. જાની સામે જોઇ કહ્યું હતું. "ડો. જાની સાહેબ, તમે ધીરજભાઇના પગના મોજા થોડા નીચે ઉતારીને જુઓને. કદાચ કશુંક જાણવા મળે." હરમને ડો. જાની સામે જોઇ કહ્યું હતું. હરમનની વાતને સાંભળી ડોક્ટર જાનીએ હાથના મોજા ફરીવાર પહેરીને ધીરજભાઇના પગમાં પહેરેલા મોજા એમણે ઉતારી કાઢ્યા હતાં. ધીરજભાઇના પગના મોજા ઉતર્યા એટલે એમના પગના બંન્ને એન્કલ પર ગોળ બંગળી આકારથી લોહી જામી ગયેલું દેખાયું હતું. "ડો. જાની, એમના બંન્ને પગમાં લોહી કેમ જામી ગયું છે?" હરમને આસપાસ નજર કરતા