કનેક્શન-રૂહ સે રૂહ તક - 6

(16)
  • 4.2k
  • 2.1k

૬.મકસદ અપર્ણાની ગંભીર હાલત જોઈને બાપુએ એની બાજુમાં ઉભેલાં વ્યક્તિને ઈશારો કર્યો. એ તરત જ અંદર જઈને અપર્ણા માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યો. એણે ગ્લાસ લાવીને અપર્ણાની સામે મૂક્યો. થોડીવાર પહેલાં અપર્ણાએ જે કંઈ સાંભળ્યું. એ સાંભળ્યાં પછી એનું ગળું પણ સુકાઇ ગયું હતું. એ કંઈ જ બોલી શકવાની હાલતમાં ન હતી. એણે ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, અને એક જ ઘૂંટમાં ગટગટાવી ગઈ. "તો હવે જઈએ?" શિવનાં સવાલથી અપર્ણાનું ધ્યાન ભંગ થયું. એણે નજર ઉંચી કરીને શિવ સામે જોયું. એની આંખોમાં હજું પણ સવાલો નજર આવતાં હતાં. જે શિવથી અજાણ નાં રહ્યું. અપર્ણા કંઈક વિચારતાં વિચારતાં જ ઉભી થઇ.