કના અને રાધી બંનેના મનમાં અલગ અલગ વિચાર ચાલી રહ્યા હતા. બંને પોતપોતાના વિચારોમાં ડૂબેલા હતા. એટલે બંને મૌન હતા. એટલામાં ડેમના નીચેના વિસ્તારમાં ડેમમાંથી નીતરાણ થઈ વહી રહેલા પાણીમાં એક પહુડાનું ટોળું પાણી પીવા આવ્યું. એમાં ટીટોડીએ દેકારો મચાવી દીધો. આ દેકારાને લીધે કના અને રાધીના વિચારો પર પડદો પડી ગયો. કનાએ કહ્યું, "પસી આગળ હૂ થયું ઈ તો કે!" રાધીએ વાત ચાલુ કરી. પરંતુ તેના અવાજમાં થોડી નરમાશ આવી ગઈ. "ઈ દાડામાં ગર્ય અને હાવજો માથે અભિયાસ કરવા અંગરેજ ગોરા શાબ આવ્યા'તા. ઈ નવ - દહ વરહ હુંધી ગર્યમાં રયા. ગોરા શાબને જીણા નાનાની આવતા વેંત ખબર પડી.કે