આ જનમની પેલે પાર - ૩૯

(33)
  • 3.7k
  • 4
  • 1.9k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૯ દિયાનના ગળામાં દોરડું નાંખીને મેવાન ડરામણું હસ્યો. દિયાનને થયું કે થોડી જ ક્ષણોમાં એનો જીવ નીકળી ચૂક્યો હશે. એણે હવાતિયાં માર્યા:'મેવાન, એક મિનિટ...એક મિનિટ...'મેવાને એના ગળામાં જ દોરડું રહેવા દઇ કહ્યું:'તું એમ સમજતો હશે કે હું તારી કોઇ વાતમાં આવીને તને છોડી દઇશ તો એ તારો વિચાર ખોટો છે. હું તને તારી છેલ્લી ઇચ્છા પણ પૂછવાનો નથી. તારી ઇચ્છા તો શિનામી સાથે જન્મોજનમ રહેવાની જ છે. એને પૂરી કરવાનો છું. હું ફક્ત તારો જીવ લેવા આવ્યો છું. તારા આત્માને આ શરીરમાંથી મુક્ત કરીને શિનામી સુધી પહોંચાડવાનું કામ મારું છે. શિનામીએ તારો પ્રેમ જોઇ લીધો