રંગ બરસે ભીગે ચુનરિયા...! રાધાની સંગે શ્યામ-ટોળી ધૂળેટી ખેલતાં, ત્યારે મારી હાજરી નહિ. પણ રાસડાઓના શબ્દો સાંભળું ત્યારે એમ થાય કે, કેવાં જલશા પડી જતાં હશે..? એકબાજુ કાનાની વાંસળી વાગતી હોય, બીજી બાજુ કાન્હા માટે ગોપીઓ તડપતી હોય..! વાંસળી વાગી નથી, ને ગોપ-ગોપી પ્રગટી નથી. કેસુડો ડાળે-ડાળે ફેણ ચઢાવતો થઇ જતો હશે..! આ તો ફાગણના નશામાં છું, એટલે એક કલ્પના ફરી વળી..! બૂરા મત માનના હોલી હૈ..! બાકી આપણી તો સાલી ઘરમાં જ એવી હોળી સળગે કે બહાર પ્રગટાવવાના ઉમેદ જ મરી પરવારે. હોળી-ધૂળેટી આવે ત્યારે મન મોર બનીને થનગનાટ તો કરે, પણ ઘરની હોળીના વાઈબ્રેશન જ એવાં સોલ્લીડ કે, થનગનાટ કરવાને બદલે