હાસ્ય લહરી - ૯

  • 3.8k
  • 1.6k

  ફાગણ તારાં નખરા ભારી..!                                               ફાગણ પણ નખરાળી વહુ જેવો. જેવો બેસે તેઓ  બરડામાં બરફ ભરાણો હોય એમ, ગુદગુદી થવા માંડે. દર્દી વેન્ટીલેટર ઉપર હોય તો, ફાગણ પામીને નાળા-નાળી  છોડી ભાંગડા કરવા લાગી જાય..!  એવો ફાગણ..! ‘નંદ ઘર આનંદ ભયો’ ની માફક ચારેય કોર લીલાલહેર..! બંસરીના નાદ સંભળાય, પણ કૃષ્ણ ક્યાંય નહિ દેખાય..! ઠેર ઠેર પ્રકૃતિની ભરમાર..! ઉકરડે ફાલેલો કેસુડો જોઇને તો એમ જ લાગે કે, આ ઉકરડો નથી, વ્રજ વૃંદાવન અને ગોકુળની ધરતીમાં છીએ. ચારેય બાજુ કેસરિયો જ કેસરિયો..! એક બાજુ યુક્રેન સાથે રશિયો ફાટે, ને બીજીબાજુ કેસરિયો મઘે..! ઝાડવે-ઝાડવે ફટકેલો કેસુડો જોઇને મરું-મરું થતાં જીવમાં પણ જાન આવી