મેઘના અને એકતા ખૂબ સારા મિત્રો હતા.એકબીજા સાથે એટલા નજીક કે બંને ને એકબીજા વિના ફાવે નહિ.મેઘના ના માતા પિતા ખૂબ ગરીબ હતા એટલે મેઘના એકતાના જૂના કપડા પહેરી લેતી.ગણી વખત એકતા એના સાથે નવા કપડાં પણ અપાવતી.બંને સખીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી લીધું અને એકતાને આગળ અભ્યાસ માટે એના મમ્મી પપ્પાએ લંડન અભ્યાસ માટે મોકલી દીધી.હવે મેઘના એકલી પડી ગઈ હતી.આગળ એને અભ્યાસ કરવો હતો પણ કોણ કરાવે.પરંતુ એનું નસીબ સરસ્વતી દેવીની ઈચ્છા હશે એટલે એકતાના પપ્પાએ કહ્યું હું બધો ખર્ચ કરવા તૈયાર છું.અને એકતાની મમ્મી કહે બેટા એકતાની જેમ તું પણ મારી "બેટી" જેવી છે. મેઘનાના માતા-પિતાએ કહ્યું