ભેદ ભરમ - ભાગ 12

(32)
  • 5.3k
  • 3
  • 3.1k

ભેદભરમ (સુપર રાઈટર એવોર્ડ 2021) ભાગ-૧૨ Oh No Not Again   ઘરે પહોંચ્યા બાદ આખો દિવસ આ કેસ બાબતે પૂછપરછ કરવાના કારણે હરમન માનસિક રીતે ખુબ થાકી ગયો હતો. પત્ની પિયર ગઈ હોવાના કારણે એણે જાતે જ ચા બનાવી અને ચા-ખાખરો ખાઈ પથારીમાં લંબાવ્યું હતું. કેસ બાબતે બીજા દિવસના કામની વ્યૂહરચના મોબાઈલમાં ટાઇપ કરી અને એણે જમાલને ફોરવર્ડ કરી દીધી હતી. ત્યારબાદ વિચાર કરતાં-કરતાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર ના રહી.         સવારે સાત વાગે એના મોબાઈલમાં રીંગ વાગી હતી. ફોનની રીંગ સાંભળી એ સફાળો ઉભો થઈ ગયો અને એણે ફોન હાથમાં લીધો હતો. ધીરજભાઈનું નામ જોઈ