જુગતરામની અગાસી

  • 2.5k
  • 908

રોજે રોજ તો આ પાળીને મળવા એકલો આ કાગડો બેસી રહે. તેનું ઠામ ઠેકાણું જ આ. જાણે પરભવનો પિતૃ જ જોઈ લ્યો. આમ તો આંહીં કોઈ આવે નહીં તેને દાણા નાખવા. પણ જાત કાગડાની, એને કાંઈપણ ચાલે. નીચે, આજુબાજુથી, લારીઓમાંથી ફેંકાયેલું, સારું કે બગડેલું કાંઈ પણ એને ચાલે. આજે તે પીપળાની ડાળેથી અગાસીની પાળીએ આવવા ગયો, તો જુએ છે કે, વર્ષોની ખાલીખમ અગાસી, દસ-બાર યુવાનોથી ભરાયેલી છે. તેમની મોંકળા લગભગ સમાન છે.શું આ જુગતરામ પટેલના વારસદારોની ચોથી પેઢી હશે? જુગતરામના દેવ થયા પહેલાં પાંચ વર્ષ સુધી તે પોસ્ટમાં નોકરી કરતાં. અને ત્યારે આ ગામડાંમાં ઊભાં થયેલાં પહેલાં ત્રણ માળના મકાનની,