રાધી હજી પણ હસી રહી હતી. તે પોતાનું હસવાનું માંડ માંડ રોકી શકી. પછી કનાને કહ્યું, "કાઠીયાવાડી તું હાવ બોઘો સો. આવડો હાંઢિયાને મીઠું દે એવડો થ્યો તોય પાછો કે સે આહુડા પીયને ઈંડા દે." આટલું બોલી રાધી ફરી હસવા લાગી. કનો બાઘો થઈ ગયો. તેણે રાધીને કહ્યું, હાસું હો રાધી અમારા કાઠીયાવાડમાં માણા એવું કે. પણ આજ મેં નજરો નજર ભાળ્યું એટલે હાશી વાતની ખબર પડી." રાધીએ કનાને સમજાવતા કહ્યું,મોરલો બવ હરમાળ (શરમાળ) પંખીડુ. એટલે ઈ ક્યારેય કોઈને ભાળતા મળે નય. એને મળતા કોયે જોયો નો હોય. એટલે માણહો એ એવી વાત હાંકી કાઢી હોય." કનાને પોતાની વાત પર