૧૩. તેજાબી મિશન બ્લેક ટાઈગરના રૂપમાં રેશમાને જોયા પછી પણ દિલીપના ચહેરા પર આશ્ચર્યના કોઈ હાવભાવ ન ઉપસ્યા, તેમ એ સહેજેય ચમક્યો પણ નહીં. બલકે રેશમાને જોઈને એના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ઊઠ્યું. એનું અનુમાન સાચું જ પડ્યું હતું. બ્લેક ટાઈગર તરીકે એણે રેશમાનું જ અનુમાન કર્યું હતું. ‘શું વાત છે મિસ્ટર દિલીપ?’ રેશમાએ પૂછ્યું, ‘મને જોઈને તમને નવાઈ ન લાગી ?’ ‘ના....!’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાંજવાબ આપ્યો, ‘બિલકુલ નથી લાગી. હા, જો બ્લેક ટાઈગરના રૂપમાં તારે બદલે બીજું કોઈ મારી સામે આવ્યું હોત તો ચોક્કસ હું નવાઈ પામત.’ દિલીપે રિવોલ્વરવાળો હાથ નીચો કરી નાખ્યો. ‘આનો અર્થ તો