કનેક્શન-રૂહ સે રૂહ તક - 5

(13)
  • 4k
  • 2.1k

૫.શતરંજ શિવનાં સવાલથી અપર્ણાને શું જવાબ આપવો? એ કંઈ એને સૂઝ્યું નહીં. એ બાઘાની જેમ બેઠી હતી. શિવ પણ શું કરવું? કંઈ સમજી શક્યો નહીં. આખરે એણે ફરી પોતાનો સવાલ દોહરાવ્યો, "તે કંઈ જવાબ નાં આપ્યો. તને ખાતરી છે કે જાગા બાપુએ જ તારાં ભાઈને કિડનેપ કર્યો છે?" "ખાતરી નથી, પણ પપ્પા કહેતાં હતાં, કે એમણે જ મારાં ભાઈને કિડનેપ કર્યો હોવો જોઈએ." અપર્ણાએ વિચારીને કહ્યું. "ઓકે, પણ ખરેખર તું એમની પાસે જવાં માંગીશ?" શિવે પૂછ્યું. એનાં મનમાં હજું પણ અમુક શંકાઓ હતી, "મતલબ એ માફિયા છે. માફિયા શબ્દથી તું જાણકાર હોઈશ જ, એમની પાસે હથિયારો હશે, ગુંડાઓ હશે. છતાંય