માતૃત્વની સરવાણી

  • 4.2k
  • 1.6k

સ્નેહા દેખાવે આકર્ષક, શ્યામ, સામાન્ય યુવતીઓ કરતાં થોડી વધુ ઊંચાઈ ધરાવતી અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આૅફિસરનો હોદ્દો ધરાવતી ખૂબ જ સાલસ યુવતી. સવાર સવારમાં ઘરમાં બેસી વિચારે છે, હજી તો પાંચ વર્ષ પહેલાં જ પોતાનાં જ સહપાઠી અને હાલ રોબોટિક એન્જિનીયર એવા નિઃશેષ જોડે રજિસ્ટર્ડ મેરેજ કરેલ. પછીના વર્ષે થોડી ધાર્મિક ભાવના જાગતાં બંન્નેએ પોતાનાં માતાપિતા અને થોડાં મિત્રોને બોલાવી શ્રી નારાયણ ભગવાનના મંદિરમાં અગ્નિની સાક્ષીએ મંગળફેરા લીધેલા. બંન્નેનો પોતપોતાની કારકિર્દી ને નવો ઓપ આપતાં આ સમય ક્યાં નીકળી ગયો તેનું ધ્યાન જ ન હતું. આજે સ્નેહા અને નિઃશેષ, બંન્ને હજી પાછલા મહિને જ પોતપોતાની ચોત્રીસમી વર્ષ ગાંઠ ઊજવી ચૂક્યાં