પરિતા - ભાગ - 21

  • 3.7k
  • 1.5k

પરિતા દીપને લઈ મુંબઈ પહોંચી ગઈ હતી. એણે પોતાનો રહેવાનો બંદોબસ્ત કરી લીધો હતો. દીપનાં સ્કૂલની પણ વ્યવસ્થા થઈ ગઈ હતી. પોતાની કમાણી ચાલુ જ રહેવાથી એને આ બધી બાબતમાં કોઈ તકલીફ થઈ નહોતી. બધું બરાબર ગોઠવાઈ જતાં એણે એક સારી કંપનીમાં પોતાનાં માટે જોબ પણ શોધી લીધી હતી. હવે એ પોતાની જિંદગીને પોતાની રીતે જીવી રહી હતી. દીપને ખાસ કોઈ વધારે ફરક પડ્યો ન હતો કારણ એનાં માટે સમર્થ તરફનો પ્રેમ કે લાગણી વધુ વિશેષ રહ્યાં નહોતાં એટલે ત્યારે પણ એનાં માટે પરિતા જ સાથે હતી ને અત્યારે પણ મમ્મી સાથે હતી એટલે એને પપ્પાની કમી જણાતી નહોતી.સમર્થે ઘણાં