પદમાર્જુન - (ભાગ-૩૯)

  • 2.7k
  • 1
  • 1k

“મને અહીંથી જાવ દો અન્યથા….”એટલું કહી પદમાએ તલવાર પોતાના ગળાની થોડીક વધારે પાસે લીધી. “પદમા,જીદ ન કર.જો તું અહીંથી ભાગવામાં સફળ રહી તો પણ મહારાજ સારંગ તને ગમે ત્યાંથી શોધી જ લેશે.” પદમા ખીણની એકદમ નજીક ઉભી હતી. તે હજુ તો કંઇક બોલે એ પહેલાં જ ત્યાંની ભીની માટીમાં તેનો પગ લપસ્યો અને તે સહસ્ત્ર મગરોથી ભરેલી એ ભયાનક ખીણમાં પડી ગઈ. … વર્તમાન સમય “નહીં…..”પદમાની વાત સાંભળીને અર્જુન ચિલ્લાયો. “પદમા,તું ઠીક તો છો ને?તને કઇ થયું તો નથી ને?”અર્જુને હાંફળા-ફાંફળા થઇને પૂછ્યું. “નહીં, રાજકુમાર અર્જુન. હું ઠીક છું.” “પદમા તું એ ખીણમાં પડી ગઈ હતી છતાં પણ તું કેવી