નેહડો ( The heart of Gir ) - 54

(38)
  • 4.1k
  • 3
  • 2k

પછી કનો બોલ્યો, "તે બીજા હગાવાલાને તન બતાડીને હૂ કામ સે?" કનાના આ પ્રશ્નથી તે દિવસે રાધી શરમાઈ ગઈ હતી. તેના નાજુક નમણાં ગોરા ગાલ પર શરમની લાલી આવી ગઈ હતી. પછી રાધીએ થોડું શરમાઈ અને થોડૉ છણકો કરી કહ્યું, "મારી માડી કેતીથી કે હવે તું વેહવાળ જેવડી થય જય સો. તારે આખી જિંદગી ઢોરા જ સારવા સે? હવે તને મારી હંગાથે વરે પરસંગે કાયમ લય જાવાની સે. તો તું કોકને ધેનમાં આવ્ય અને હારું ઠેકાણું મળે એટલે હવે તારો સંબંધ કરી નાખવો સે." તે દિવસે આખો દાડો કનો ઉદાસ રહ્યો હતો. બંને વચ્ચે હેત પ્રીત ઘણી હતી. જેમ ઝાડવાને