પાછળના ભાગમાં આપણે જોયું કે...હવે પેલા છોકરાને આમ મોટેથી રડતો જોઈ આખા ક્લાસનાં બાળકોનું ધ્યાન તેના તરફ ગયું. રાઘવ તે બધા કરતાં બે વર્ષ મોટો ભલે પણ તેય એટલો મોટો નહોતો કે આવી પરિસ્થિતિમાં કેવીરીતે પ્રતિક્રિયા આપવી. હવે આ બધાથી તે પણ મૂંઝાઈ ગયો હતો. પણ તેણે સુમનને આમ કોઈ ઉપર હસવું ન જોઈએ એમ સમજાવી માંડ માંડ શાંત કરી અને ચૂપચાપ પોતાની સાથે બેસવા માટે કહ્યું.હવે આગળ...થોડો સમય વીત્યો વળી પાછી સુમન ને ચટપટી ઉપડી, તે અહી તહી નજરો ફેરવવા લાગી. ત્યાજ એની આંખો સામેની બેન્ચ ઉપર બેસેલી છોકરીને જોઇને ચમકી ઉઠી. પણ તે છોકરીનું ધ્યાન સુમન તરફ નહિ