પાછળના ભાગમાં આપણે જોયું કે... ક્લાસમાં પ્રવેશતાં જ સુમન જાણે આભી જ બની ગઈ. નાની નાની સાઇઝની બે જણા બેસી શકે તેવી, ક્યાંક કાર્ટૂન તો ક્યાંક એક, બે, ત્રણ જેવા આંકડા તો ક્યાંક A,B,C,D નાં ચિત્રો દોરેલ સુંદર મજાની બેન્ચીસ હતી. રાઘવ એને ફર્સ્ટ બેન્ચ પર જ બેસાડીને પોતાના ક્લાસમાં જવા માટે જેવો બહાર નીકળવા ગયો એવીજ સુમન પણ એની પાછળ પાછળ ક્લાસની બહાર નીકળી ગઈ. હવે આગળ........ રાઘવ હજુ સુમનના ક્લાસમાથી બહાર નીકળ્યો ત્યાંજ કોઈ એની બેગ ખેંચતું હોય એવો આભાસ થતા તે પાછળ ફર્યો અને જોયું તો સુમન એની બેગ પકડી એની પાછળ પાછળ ચાલી રહી હતી. "અરે