ભિક્ષા નહીં શિક્ષા

  • 2.4k
  • 814

*એક ટૂંકીવાર્તા; સરકારના વાસ્તવિક પ્રોજેક્ટથી પ્રેરિત: ભિક્ષા નહીં શિક્ષા*"મેડમ, શું તમે મારા સતત ઇનકાર સાંભળીને કંટાળી નથી ગયા? મારો આખો પરિવાર ફક્ત આ જ કરે છે અને અમે આ જ કામ કરતા રહેશું. ભીખ માંગવી! આ અમારા કુટુંબનું વ્યવસાય છે. હવે મહેરબાની કરીને જાવ."મંગલુ સુચિત્રાથી ખૂબ જ ચિડાઈ ગયો હતો. તે છેલ્લા એક મહિનાથી તેની ઝૂંપડપટ્ટીમાં આવી રહી હતી, અને નિરંતર મંગલુ અને તેની પત્નીને તેના બાળકોને સ્કૂલ મોકલવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી.મંગલુ અંદરથી હતાશ માણસ હતો. જ્યારે તે માત્ર પાંચમા ધોરણમાં હતો, ત્યારે તેના શરાબી પિતાએ તેની બે આંગળીઓ કાપી નાખી અને તેને ભીખ માંગવા મજબૂર કર્યો.