વાત એક રાતની - ભાગ ૫

(19)
  • 4.6k
  • 2.4k

"ચાઈ..ચાઈ.. અદરક ઈલાયચી વાલી સ્પેશલ ચાઈ..."ચા વાળાના અવાજથી કંપાર્ટમેન્ટની ખામોશી તૂટી ગઈ. સામેની તરફથી એક મોટું કન્ટેનર લઈ ચા વાળો આવી રહ્યો હતો. ત્યાં અચાનક જ અવાજ ગુંજી ઉઠ્યો. "ભૈયા એક ચાય દેદો" મેં મારું ધ્યાન એ અવાજ તરફ કર્યું તો એ અવાજ નિહારિકાના સીટ પરથી આવી રહ્યો હતો. મેં જોયું તો ચા વાળો નિહારિકાની સીટ પાસે ઉભો રહી ચા આપી અને પૈસાની લેવડદેવડ થઇ. ચા વાળાએ કન્ટેનર ઉઠાવ્યું અને મારી સીટ તરફ આગળ વધ્યો. મને ચા પીવાનું બિલકુલ મન નહોતું. મેં એની તરફ કશું જ ધ્યાન ના આપ્યું. મારી નજર એ સીટ ઉપર હતી જ્યાંથી નિહારિકાના સુંદર પગ દેખાઈ