વાત એક રાતની - ભાગ ૪

(20)
  • 4.2k
  • 1
  • 2.3k

એ છોકરી નિહારિકા પાછી પોતાની સીટ ઉપર જઈને બેસી ગઈ. લોવર સીટમાં એકદમ કિનારા પાસે પેસેજની એકદમ નજીક કે જ્યાંથી લોકોની અવરજવર હોય. ત્યાં બેસી અને મારા તરફ એકીટસે જોઈ રહી હતી. હું પેસેજની બીજી તરફ એટલે કે એક સીટ છોડી અને લોવર સીટ ઉપર હતો. અમે બંનેના ચેહરા સામસામે હતા. એમને આપેલો કાગળનો ટુકડો હજુ પણ મારા હાથમાં જ હતો. મારા હાથમાં વળેલા પરસેવાના કારણે એ થોડો મૂરઝાયેલ થઈ ગયો હતો. પરંતુ એમાં લખાયેલ ત્રણ અંગ્રેજી અક્ષરો "પ્લીઝ હેલ્પ મી" મારા મનમાં અગણિત બેચેની પેદા કરી રહી હતી. મેં પહેલી વાર નજર ભરીને એમની સામે જોયું, એમની આંખોમાં એક