સવાર સવારમાં ગોવાળિયા માલ ઢોર લઈને ડેમ બાજુ ચરાવવા નીકળી ગયા હતા. દિવસ જેમ જેમ ઉપર ચડતો જશે તેમ તેમ ગીરમાં તાપ ખૂબ વધતો જશે. તેથી માલ ઢોરને વહેલી સવારેથી લઇ દસ અગિયાર વાગ્યા સુધી રખડાવીને જેવો તડકો ચાલુ થાય એટલે ગોવાળિયા ભેહુંને પાણીમાં બેસાડી દે છે અને ગાયોને મોટા મોટા વડલાના છાયડામાં બેસાડી દે છે. આ તડકાની સિઝનમાં ગીરમાં ખાસ કંઇ ચરવાનું તો હોતું નથી. પરંતુ આખો દિવસ ઘરે રાખે તો માલ ઢોરની ખરીયુ વધી જાય છે. અને કાયમ છુટા ચરેલા માલ ઘરે રઘવાટ કર્યા કરે છે. એટલે જંગલમાં રખડીને માલઢોર જાળા જાખરમાં રહેલું ઘાસ, ઝાડ નીચે પડેલાં પાંદડાં,